જીવવું છે કે સુખી થવું છે-અમેરિકામાં ભીખારીઓનું સ્ટીંગ ઓપરેશન

જીવવું છે કે સુખી થવું છે

.

અમેરિકામાં ભીખારીઓનું સ્ટીંગ ઓપરેશન

આપણે ત્યાં લોકોને એવું લાગે છે કે અમેરીકામાં ભીખારીઓ નથી. એક ટી.વી.વાળાએ પોતાના બનાવટી ભીખારીઓ ઉભા કરીને ફક્ત એક કલાકનું એક સ્ટીંગ ઓપરેશન કર્યું. જેમાં સીધા સાદા વેશમાં રહેલા ફીલ્સને કલાકના ૪ ડોલર, ડ્રેસમાં થોડો ફેરફાર કરીને ભીખ માંગતા વિલીસને કલાકના ૧૬ ડોલર અને સુંદર યુવતી એરિકાને કલાકના ૪૦ ડોલર મળ્યા. જે તેમણે ભીખારીઓની મુક્તિ માટે કામ કરતી સંસ્થાને દાન કર્યા. એક ભિખારી સાથે વાત કરતાં તેણે કહ્યું કે તે વીસ વર્ષથી આ ધંધો કરે છેં અને એક વીકના ૭૦૦ ટેક્સ ફ્રી ડોલર કમાય છે. જે અમેરીકામાં સખત મજુરી કરતાં ઘણા પતી-પત્નીની આવકની સરખામણીમાં ખાસ્સા વધારે છે. આ વિડીયો અમેરીકામાં રહેતાં અને બીજા અવિકસિત દેશોની ટીકા કરતાં લોકો માટે “કાગડા બધે જ કાળા હોય છે” પુરવાર કરે છે. માટે બીજા અવિકસિત દેશોની ટીકા કરતાં પહેલા તમારી આસપાસની સાચી માહિતી મેળવો તો સારું, નહીં તો તમારી હાલત અમેરીકામાં “કુવામાંના દેડકા” જેવી જ છે. આખરે માનવ સ્વભાવ બધે એક સરખો જ હોય છે.

.


.

I am possible – Resized

.

6 responses to “જીવવું છે કે સુખી થવું છે-અમેરિકામાં ભીખારીઓનું સ્ટીંગ ઓપરેશન

 1. અમેરીકામાં ભિખારીઓ કમાણી કરે છે જ્યારે યુરોપમાં પ્રવાસીઓને તો રીતસરના લૂંટવામાં જ આવે છે.

  Like

 2. અમેરીકામાં ભીખ માંગવી એ ગુનો છે અને પોલીસ પકડી જાય….!!! પણ હવેતો પોલીસો પણ પકડતાં નથી, જો પકડે અને જેલમાં નાંખે તો દરરોજનો ૨૦-૨૫ ડોલરનો ખાવાપીવાનો ખર્ચો કરવો પડે અને ભીખારીઓ પણ ઈચ્છે છે કે પોલીસ પકડે, તો રહેવા અને ખાવાપીવાનો ખર્ચો બચી જાય, એટલે હવે પોલીસોએ પણ પકડવાનું છોડી દીધું છે……….!!!!!!!! અને દરેકને વારંવાર કેટલી વાર પકડવા…..!!!!!! એટલે ભીખારીઓનો ધંધો(!) “ધમધોકાર” ચાલતો રહેતો હોય છે…..
  વળી, ભારતની જેમ અહીં પોલીસોને હપ્તો પણ નહીં આપવો પડતો હોય…..એ વધારાના ફાયદામાં—-નેટ કમાણી…….!!!!!

  Like

 3. હપ્તાવાળી વાત સાચી હશે. પણા જો આઈટી વાળાને કોક આ વાત પહોંચાડશે તો ‘ભીખ પર ટેક્સ’ પણ આવી શકે.

  Like

 4. —> જોક્સ ગમ્યા ,”હા….હા….હા.. ”
  —-> ભીખ માંગવામાં તો અહી એવું છે કે આઈ.ટી.વાળા ટેક્સ લગાવે કે નહી એ તો ખબર નથી પણ આદતથી મજબુર હોઈ ભીખ માંગવા જરૂરથી ઊભા રહે, બરાબરને વિપુલભાઈ?…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s