8 responses to “जिन पे नाज़ हो वैसे नेता कहा है-

 1. Good political satire in video about our present day Indian leaders .

  જો ખાતા નહીં વો નેતા નહિ

  એક માત્ર નરેન્દ્ર મોદી એવો નેતા છે જે ખાતો નથી અને ખાવા દેતો નથી

  Like

  • આજનું ભારતનું રાજકારણ એવું છે કે પૈસા વગર કોઈ ટકી શકે નહી. કોઈ સીધો કાન પકડે તો તો કોઈ અવળો પકડે. ભારતના રાજકારણમાં ટકવા માટે પૈસા ખુબ જ હોવા જોઈએ અને જરૂરી છે. હવે પૈસા કઈ રીતે મેળવવા અને પ્રચાર માટે વાપરવા તેની ઘણી બધી રીતો હોય છે. સત્તાનો નશો બીજા બધા નશા કરતાં પણ ખુબ જ ખરાબ અને ભયાનક છે. હિટલર ગોબલ્સના પ્રચારને કારણે જર્મન પ્રજામાં ખુબ જ પ્રિય હતો, છતાં સત્તા પામવા તેણે કેવા કેવા ક્રૂર કામો કર્યા હતા તે તો બધા જાણે છે.બીજા બધા નેતાઓની સરખામણીમાં મોદી ઉંચા જરૂર છે પરંતુ પૈસા વગર દુનિયામાં કોઈપણ ઇલેક્શન જીતવું અશક્ય છે. સરદાર પટેલ થવા માટે આજના નેતાઓએ બીજા ૧૦૦ જન્મ લેવા પડે! વલ્લભભાઈને થોડો પણ સત્તાનો મોહ હોત તો ગાંધીજીને આપેલા વચનનો ભંગ કરીને સત્તા હાંસલ કરી શકતે, એજ ખુમારીને લઈને આજે સરદાર વલ્લભભાઈ મહાન છે! માણસે મહાન બનવા માટે સરદારની જેમ ભોગ આપવો પડે. છતાં આજના આ ગંદા રાજકારણમાં,આજની ભ્રષ્ટ પ્રજામાં સરદાર કે સુભાષચંદ્ર કેટલા સફળ થતે તે પણ એક સવાલ છે? આ બધા માટે મારા તમારાથી માંડીને આપણે બધા જ જવાબદાર છીએ.

   Like

   • વિપુલભાઈ ,

    તમારી વાત સો ટકા સાચી છે .

    ભારતમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી જવાહરલાલ નહેરુ અને એના વંશજો છે .

    સરદારના વંશજો ક્યાં છે અને શું કરે છે એની કોઈને ખબર નથી પરંતુ નહેરુના

    પ્રપ્રપૌત્રને લોકો હજુ વડા પ્રધાન બનાવવા માગે છે .

    લોકોને ઊંધા ચશ્માં પહેરાવવામાં એ લોકો હોંશિયાર છે . ઘેટા જેવી પ્રજા હજુ સમજતી

    કેમ નથી એ આજનું મોટું આશ્ચર્ય છે ! આ લોકશાહી છે કે રાજા શાહી !

    Like

   • આમાં સાચી વાત કહી છે કે કોઈ રાષ્ટ્રવાદી નથી, કોઈ સીધો કાન પકડે અને કોઈ ઉલટા હાથે કાન પકડે. તમે જેના વીશે કહેવા માંગો છો તે વાત સાથે ઘણા સહમત છે. હિટલરનો ગોબલ્સ ખુબ જ પૈસા આપીને અને ધમકીઓ આપીને પ્રચાર કરાવતો હતો. જે સાચું હશે તે ભવિષ્યમાં બહાર નહી આવે તો ઉપરવાળો કોઈની લાજશરમ નથી રાખતો.

    Like

 2. વિપુલભાઇ હું તમારી વાત સાથે સહમત છું. મોદીજીની અત્યારની ચાલ જોતાં લાગે છે.જે સત્તા હાંસલ કરવા અને તેને ટકાવી રાખવા કંઇપણ કરી શકે/કરાવી શકે. અને દાંભિક પ્રચારના તેમજ ઉત્સવ પ્રિય લોકોને જોઇતું માત્રામાપ વગર આપવામાં તેઓ નાણા અને બીજા ઘણા બધાના વ્યયનું કારણ બને છે. છતાં બધા આંધળા જ હોય તો કાણાને રાજા બનાવવો પડે.

  Like

  • મુ.ધીરજલાલ,
   મને બે વસ્તુ ડંખે છે જે અમેરિકામાં/વિદેશમાં રહેતાં લોકોને ખ્યાલ નહી આવે. સરદારની પ્રતિમા માટે ૨૦૦૦ કરોડ રૂપિયાનો વ્યય ભારતની ગરીબ પ્રજાને પોષાય? આજ પૈસામાંથી જો સરકારી મેડીકલ કે એન્જીનીયરીંગ કોલેજો ખોલવામાં આવી હોત તો કેટલા ગરીબ અને મધ્યમવર્ગના છોકરાઓને ફાયદો થયો હોત. આજે વિદેશમાં જે લોકો ડોક્ટર/એન્જીનીયર થઈને આવ્યા છે તે લોકો ભારત સરકારનો આભાર માને છે, કારણ કે એમની સ્થીતી નહી હોવા છતાં મફત ભણવાનું હોવાથી ભણી શક્યા. સરદાર પટેલને પણ આવો ખર્ચો ગમ્યો ન હોત. મોદી કાયમ માટે મુખ્ય પ્રધાન નથી રહેવાના અને આ પ્રોજેક્ટ પુરો કરતાં બીજા દસ વર્ષ લાગશે. જે ભવિષ્યમાં બીજી સરકારો માટે માથાનો દુઃખાવો બની જશે. મોદી તો ખાતમુરત કરી વોટ મેળવી લેશે. એ માટેનું લોખંડ ખેડૂતો આપશે પણ તેનો લાવવાનો ખર્ચો કોણ આપશે? એ ખર્ચમાં તો લોખંડ વેચાતું આવી જાય. આજે ડોનેશન ઉપર મોદી સાહેબે કોલેજોની હાટડી ખોલી છે ત્યાં પાંચ/દસ લાખ એન્જીનીયર બનવા અને ૨૫/૩૦ લાખ ડોક્ટર બનવા જોઈએ. સરકારી કોલેજમાં ભણવા માટે છોકરો એક્સ્ટ્રા ઓર્ડીનરી જોઈએ. બાકીના ગરીબ લોકોનું શું? આ કોલેજ/યુનિવર્સીટી ખોલનારા શું સેવા કરવા માટે ખોલે છે? આ કોલેજોમાં તો પૈસાવાળા જ ભણી શકે, મધ્યમવર્ગ નથી ઘરનો કે નથી ઘાટનો!
   આજ રીતે અમદાવાદ અને બીજે બનાવવા જઈ રહ્યા છે તે રીવરફ્રન્ટમાં સાબરમતી નદીને સાંકડી કરી છે, ઊંડી કરી નથી. જે જમીન મળશે તેમાં લાગતા વળગતાઓ માટે પૈસાના ઝાડ ઉગશે. આંઠ/દસ વર્ષ પહેલા નર્મદામાં પાણી છોડયું ત્યારે આજુબાજુના ગામોમાં આંઠ થી દસ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. નિષ્ણાતો એવો ભય દર્શાવી રહ્યા છે કે ૧૯૭૩મા આજ રીતે પાણી છોડાયું ત્યારે સાબરમતીની આસપાસની ઘણી સોસાયટીઓ ડૂબી ગઇ હતી અને નદીનો પટ સાંકડો કર્યો છે એટલે ભવિષ્યમાં અમદાવાદમાં ભયંકર હોનારત સર્જાવાનો ભય છે.
   જો કે હાલમાં ગુજરાતમાં મોદી કે શંકરસિંહ સિવાય કોઈ પણ નેતામાં ત્રેવડ નથી કે કોઈ એટલા બાહોશ નથી કે એમના જેવું સુવ્યવસ્થીત રાજ્ય ચલાવી શકે. શંકરસિંહને પાર્ટીમાં કોઈ ગણતું નથી અને મોદીએ જે બીજી હરોળ તૈયાર કરવી જોઈએ તે કરી નથી. એટલે મોદી કેન્દ્રમાં જાય તો શું અમિતશાહ કે જેના કાવતરાનો ભોગ મોદી બન્યા છે તે સંભાળશે? મોદી અમિતશાહની ઘણી ગંદી રમતો તરફ બેધ્યાન રહ્યા/કે આંખ આડા કાન કર્યા તેનું આ ફળ છે. પ્રજા પણ ઉગતા સુર્યને પુજે એવી છે, જે આજે મોદીને પુજે છે તે જ મોદી સત્તા ઉપર નહી હોય ત્યારે ગાળ દેશે. નહી તો આપણા દેશે આટલા વર્ષો સુધી ગુલામી ના ભોગવી હોત અને આજે આ બધા પક્ષોના બદમાશ/કાયર નેતાઓની ગુલામી ના કરતી હોત!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s