Bloom Box: The Alternative Energy – ભારતીયની એક અદભુત શોધ

એક ભાઈ : રીટાયર્ડ થયા પછી પણ દાવડા સાહેબમાં આટલી બધી તાકાત કઈ રીતે આવી. કેટલું બધું વિવિધ બ્લોગોમાં લખે છે.

વિપુલ દેસાઈ : તમે ખરા છોને. એમના નામ આગળ શું લખ્યું છે?

ભાઈ : પીકે

વિપુલ દેસાઈ : સમજી ગયા ને! બધા શાયરો પી ને જ લખતા હતા/લખે છે. દાવડા સાહેબ માટે તો પીવાનું અસ્પૃશ્ય એટલે એમણે એક ઉપાય શોધી કાઢ્યો. પીવાની જગ્યાએ પી.કે. લખી દીધું. બસ પાછળ દાવડા સાહેબ. પછી તો જોવાનું જ શું?

.

Bloom Box: The Alternative Energy – ભારતીયની એક અદભુત શોધ

આજે દુનીયામાં દરેક જગ્યાએ વીજળીની તંગી છે અને જો નવા પાવર પ્લાન્ટો ઉભા કરવા જાય તો પોલ્યુશનને લઈને લોકોનો વિરોધ થાય છે. ત્યારે કોઈપણ જાતના પાવર પ્લાન્ટો ઉભા કર્યા વગર અને પર્યાવરણને કોઈપણ જાતનું નુકશાન કર્યા વગર ક્લીન એનરજી આપવાની શોધ એક ભારતીય યુવાને કરી છે. અમેરિકાની સીલીકોન વેલીમાં આને માટે ઘણી કંપનીઓ પ્રયત્ન કરે છે અને એમાંની એક છે બ્લુમ એનરજી. એક નાના અમસ્તા બોક્ષ કે જેને તમારા ઘરના વાડામાં રાખી શકો અને તેમાંથી તમારા આખા ઘરને વીજળી પૂરી પાડી શકાય. છેલ્લા દશ વર્ષથી આ કંપની ગુપ્ત રીતે પોતાની શોધમાં આગળ વધી રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૦મા તેના શોધક અને માલીક કે.આર.શ્રીધરે અમેરિકાની જાણીતી ટી.વી.ચેનલના પત્રકારને પોતાની ફેકટરીમાં બોલાવી આ શોધની જાહેરાત કરી. હકીકતમાં શ્રીધર નાસામાં કામ કરતાં હતા અને એમણે એવું સાધન બનાવ્યું હતું કે જેના વડે ઓક્સીજન બનાવી શકાય અને ભવિષ્યમાં માનવી ગ્રહોપર જાય તો તકલીફ નહીં પડે. કોઈ કારણસર નાસાએ આ પ્રોજક્ટ પડતો મુક્યો અને શ્રીધરને ત્યારે વિચાર આવ્યો કે આજ સાધનમાં ઓક્સીજન પુરીને વીજળી પેદા કરી શકાય. બસ પછી એ તેની પાછળ લાગી ગયો. અમેરિકાની એક ફાઈનાન્સ કંપની કે જેના દ્વારા મદદ મળતા આજે ગુગલ અને એમેઝોન જેવી કંપનીઓ અસ્તીત્વમાં આવી છે તેણે શ્રીધરને મદદ કરવાનો નિર્ધાર કર્યો. ગુગલને ૨૫ મીલીયન ડોલરની લોન આપવામાં આવી હતી અને શ્રીધરને જે લોન આપી તે આંકડો તમને ચોકાવી જશે. પુરા ૧૦૦ મિલિયન ડોલરની લોન આપી. આજે પ્રયોગાત્મક રીતે ગુગલ, વોલમાર્ટ, એમેઝોન જેવી કેટલીયે કંપનીઓમાં શ્રીધરનું બ્લુમ બોક્ષ આખું વર્ષ વીજળી સપ્લાઈ કરે છે. જોકે ઘણા લોકો બ્લુમ બોક્ષની સફળતા માટે શંકાશીલ છે, પરંતુ શ્રીધર બ્લુમ બોક્ષની સફળતા માટે ખુબ જ વિશ્વાસ ધરાવે છે. શ્રીધરે એન્જિનિયરિંગની ડીગ્રી તામિલનાડુ માંથી હાંસલ કરી વધુ અભ્યાસ અર્થે અમેરિકા જઈ નાસાના રીસર્ચ પ્રોગ્રામમાં જોડાયા હતા.

.

.

2 responses to “Bloom Box: The Alternative Energy – ભારતીયની એક અદભુત શોધ

  1. Encourajing invention by an Indian Scientist !

    Let us hope, it is successful in saving energy , which is the problem of present world .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s