THE OPERATING ROOM OF FUTURE-ભવિષ્યનું ઓપરેશન થીયેટર

ભવિષ્યનું ઓપરેશન થીયેટર ઈઝરાઈલની અદભુત શોધ

ઈઝરાઈલે એવું મશીન શોધ્યું છે કે જેમાં મોટા ભાગના રોગો ઓપરેશન વગર સારા થઇ શકે. જેમાં મેઈન ટ્રાન્સયુઝર અલ્ટ્રાસાઉન્ડ વેવઝ કોઈપણ જાતના ઓપેરેશન વગર શરીરમાં જે જગ્યાએ પ્રોબ્લેમ હોય ત્યાં સુધી પહોંચી જાય છે. આ સાધન શરીરના કોઇપણ જાતના ટ્યુમર કે સ્ત્રીઓને થતા હીસ્ટોટેકટોમીમાં એક જ દિવસમાં ઓપરેશન કરીને બીજે દિવસે દર્દીને કોઈપણ જાતના દર્દ વગર રજા આપી દેવાય છે. આજ વસ્તુ માટે આજે સારું થતા બે કે ત્રણ અઠવાડીયા લાગે છે. કેન્સર,બ્રેઈન ટ્રીટમેન્ટ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રોગો જેવા કે પાર્કિન્સન,સેન્ટ્રલ ટ્યુમર વગેરે રોગોની ટ્રીટમેન્ટ વરસો સુધી ચાલે છે છતાં સફળતાની ટકાવારી ઓછી છે તેવા દર્દીઓ આ મશીન દ્વારા ટ્રીટમેન્ટ લઈને બીજે દિવસે ઘરે જઈ શકશે. પ્રોસ્ટેટ કેન્સર,લીવર ટ્યુમર,બ્રેસ્ટ કેન્સર અને એવા બીજા ઘણા રોગો શરીરમાં કોઇપણ જાતની કાપકૂપ વગર સારા થઇ શકશે. આ મશીન શોધવામાં અગ્રગણ્ય ફાળો આપનાર ડો.કોબી(જેકબ) વોર્ટમેને પહેલા  ફીઝીક્સ અને મેથેમેટિક્સમાં ડીગ્રી મેળવ્યા પછી ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં ડીગ્રી મેળવી અને હાલમાં ઇલેક્ટ્રોઓપ્ટિકમા પી.એચ.ડી. કરે છે. આ મશીનની શોધ ઈઝરાઈલની ડિફેન્સની ટેક્નીઓન નામની ટીમ કે જે ડિફેન્સની શોધો કરે છે તેણે કરી છે.

ન્યુંરોબ્રેઈન સિસ્ટમ માટે મોટામા મોટો અવરોધ અનિયમિત કદની ખોપડીની અંદર વિના કાપકૂપ જ્યાં ટ્યુમર હોય ત્યાં સુધી પ્રવેશવાનો હતો. એમઆરઆઈ કરવામાં ઘણા કોમ્પ્લીકેશન ઉભા થાય છે. સાયન્સ અને ટેકનોલોજીની આ શોધ વગર પીડાએ લોકોની સારવાર કરવા માટે એક આશાનું કિરણ છે. આ ટેકનોલોજી દ્વારા મગજમાં કે કોઈપણ જગ્યાએ ક્લોટ થઇ ગયેલા લોહીને શસ્ત્રક્રિયા વગર પીગાળી લોહીનો પ્રવાહ ચાલુ કરી શકાશે અને સ્ટ્રોક સામે રક્ષણ મળી શકશે.

આ મશીનની શોધ મેડીસીનમાં એક ક્રાંતિ લાવશે અને કરોડો લોકોને કોઈપણ જાતની પીડા વગર જલ્દીથી આરામ આપી જિંદગી બચાવવામાં મદદ કરશે.    

.


.

dhmake !!!

.

5 responses to “THE OPERATING ROOM OF FUTURE-ભવિષ્યનું ઓપરેશન થીયેટર

  1. ખરેખર માનવ્જીવનમાટે આશીર્વાદ સમાન –પણ જલ્દી એનો લાભ સૌને મળેતો સારુ.

    Like

  2. મેડીકલ સાયન્સની કેટલી મહાન આગે કુચ .કરોડો લોકોને માટે ફાયદા કારક .

    શોધકને સલામ .

    Like

  3. Hat off to such Tapasvis who are working to find out such procedures/equipments to redress sufferings of human beings…..

    Like

  4. Realy ammazing.It should help the human race to work and live healthily. Since there willno more diesease,people will live longer & healthier. But will it bring happiness?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s