GANGAM STYLE FAUJI-ગંગમ સ્ટાઈલ ફૌજી

.

ઉત્તરાખંડના બે ગીધોની વાર્તા:

ઉત્તરાખંડમાં એક ગીધ ઝાડ ઉપર બેઠું હતું, ત્યાં જ એક બીજું ગીધ ઝાડ નીચે બેઠું હતું. ઝાડ ઉપર બેઠેલું પહેલું ગીધ બોલ્યું કેમ, અત્યાર સુધી ક્યાં ગયો હતો? બીજાએ જવાબ આપ્યો મને ખબર છે કે તુ આકાશમાં ચક્કર મારીને આવ્યો અને તને ચારે બાજુ પાણી સિવાય કશું દેખાયું નહીં એટલે પાછો ફર્યો. પહેલા ગીધે કહ્યું, હું હવે પહેલા જેવો શિકારી નથી, મેં મારા ૧૫૦૦૦ માણસોને રસ્તો બતાવીને બચાવ્યા છે. તે શું કર્યું? બીજું ગીધ બોલ્યું, મને તારા જેવી ચાલાકી નથી આવડતી. મને ખબર પડી કે તારાથી આકાશમાંથી કશું થયું નહીં એટલે મેં પેદલ ચાલીને લોકોને આ આપત્તિમાં મદદ કરવાનો વિચાર કર્યો. મેં રસ્તામાં બે આંધળા શિયાળોને પોતાના શિકાર માટે લડતા જોયા. પહેલું ગીધ બોલ્યું, તુ તો ડફોળ જ રહ્યો, આંધળા નહીં આંધ્રના એ બે શિયાળો હતા. તે આંધ્રના લોકોની આંધળા કહીને મશ્કરી કરી છે. બીજા ગીધે કહ્યું હું તો ઈંગ્લીશ મીડીયમમાં ભણ્યો છું એટલે એવો ઉચ્ચાર થાય. બાકી તુ તો એવો લુચ્ચો છે કે મારી માએ તને  સોદાગર કહ્યો એમ કહીને તે તેને બદનામ કરી હતી, પણ હવે તારી એવી ચાલાકી નહીં ચાલવા દઉં. શેરીમાં તો બધા જ કુતરાઓ ભસે, હવે બહાર આવ્યો છે તો ભસવા ઉપર કેમ કંટ્રોલ આવી ગયો? બીજા ગીધે કહ્યું,  તુ પણ ક્યાં સીધો છે. તુ પણ એક નંબરનો નાટકીયો છે. ઘડીમાં તગારા ઉચકે છે, તો ઘડીમાં ઝુંપડીમાં રોટલોને શાક ખાય છે. બંને ગીધો એકબીજાના ખભે હાથ નાખીને હસતા હસતા ગાવા માંડ્યા, શિકાર કરને કો આયે થે, શિકાર હો કે ચલે.( આ કાલ્પનિક વાર્તા છે, બંધ બેસતી પાઘડી કોઈ એ પહેરવી નહી. – વિપુલ એમ દેસાઈ

.

આપણા જવાન ફૌજીઓએ જે કામ ઉત્તરાખંડમાં કર્યું છે તથા પાકિસ્તાન સાથેની લડાઈમાં જે ભવ્ય વિજય મેળવ્યો એ માટે મારા એમને સલામ. બીજું ઉત્તરાખંડમાં જે આંઠ ફૌજી જવાનોએ જાન ગુમાવ્યા છે એમના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતી આપે અને એમના કુટુંબીજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તી આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના!

આપણા ફૌજીઓ માટે બધાને મનમાં એવું લાગે છે કે એ બધા સખત, ઓછાબોલા અને સીધું સાદું જીવન જીવતા હશે. એટલે જ આજે તમને ડીફેન્સ સર્વીસ સ્ટાફ કોલેજમાંના ફૌજીઓ અને તેમના ફેમીલી દ્વારા બનાવવામાં આવેલો ગંગમ સ્ટાઈલ ફૌજીનો વીડીઓ રજુ કરું છું.

.

.

Advertisements

2 responses to “GANGAM STYLE FAUJI-ગંગમ સ્ટાઈલ ફૌજી

  1. The upper eagle had never said that he had saved 15000 lives this is really a trick of secularists who try to look non secularist and helps only minorities and for the sack of those minorities they are ready to sale this country also. We are also helping them by becoming foolish.

    Like

  2. હું પણ આ માધ્યમ/પ્લેટફોર્મ દ્વારા સ્-હૃદયતાપૂર્વક સહભાગી થાઉં છું..થાય તે, સામર્થ્ય અનુસાર, કરી છૂટવું …જસ્ટ ડુ ઇટ .
    થેન્ક્સ
    -લા ‘ કાન્ત / ૨૯-૬-૧૩

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s