સુ.ઉ.ની ઈમેલ નથી મળતી?

સ્નેહી ,
તમને મારા સુરતીઉધીયુંની રોજની પોસ્ટ નથી મળતી તે બદલ મને ખુબ જ દુઃખ છે. તમે મને પ્રેરણા અને ઉત્સાહ આપો છો. સુરતીઉધીયુંજેવા બીજા અસંખ્ય બ્લોગોનું વર્ડ પ્રેસનામની એક સંસ્થા સંચાલન કરે છે. તેમના સોફ્ટવેરમાં એવી ગોઠવણ હોય છે કે હું જે નવી આઈટેમ મુકું તે મારા ૧૮૦૦ ઉપરાંત વાચકોને ઓટોમેટિક મળવી જોઈએ. તમારા જેવા કોઈક ને ટેકનીકલ કારણોસર આ પોસ્ટ નથી મળતા તેના ઘણા બધા કારણો છે. તમને જો કમ્પ્યુટર વીશે ખાસ જાણકારી ના હોય તો કોઈ જાણકારની મદદથી નીચે મુજબના પ્રયત્નો તમારે કરવા પડશે.

.

(૧) મારી ઈમેલ તમારા “SPAM” OR “THRASH” ફોલ્ડરમાં જતા હોય તો તે ચેક કરો. જો ત્યાં મળે તો NOT SPAM એવું ઉપર ક્લીક કરો. જેથી આ પોસ્ટ તમારા ઈનબોક્સમાં આવી જશે.

.

(૨) હવે તમે નીચે મુજબ પ્રયત્ન કરો:

ડાબીએ ઉપરની બાજુ એ Follow Blog via Email એવું લખ્યું હશે.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email. આ લખાણની નીચે

FOLLOW

એવું લખ્યું છે ત્યાં ક્લીક કરો.

એટલે તમને નીચેનું લખાણ જોવા મળશે.

Manage Your Subscriptions. Want to manage your subscriptions? Just enter your email address below and we’ll send you the details.

Email:અહિયા તમારું ઈમેલ એડ્રેસ લખીને Request Details પર ક્લીક કરો. જો તમને હજુ પણ ઈમેલ નહી મળે તો બીજીવાર કરજો.

આટલું કરવાથી વર્ડપ્રેસવાળા તમને એક લીંક મોકલશે. જેમાં નીચે મુજબનું લખાણ હશે અને તેની નીચે લીંક હશે.

Manage your WordPress.com subscriptions by clicking this link or copying it into a browser:

તે લીન્કને ક્લીક કરો અને જો ના ખુલે તો એ લીંક તમારા બ્રાઉઝરમાં ઉપર મુકીને કી બોર્ડમાં Enter ક્લીક કરો. તમારું સબસ્ક્રીપ્શન ચાલુ થઇ જશે અને તમને બધી ઇમેલો મળતી થઇ જશે.

.

(3) SPECIAL NOTE:

If you do not receive an email from us then you should check:

Spelling – did you enter the right address?

Your spam settings – the email may be in your spam folder

Your email provider – the email may be blocked

If you’re not sure then re-request the details and we’ll send it again.

.

(4) છેલ્લા ઉપાય તરીકે તમે મને તમારું બીજું ઈમેલ એડ્રેસ હોય તો તે અથવા નવું બનાવીને મોકલજો એટલે હું ફરીવાર તમને ઇન્વીટેશન મોકલીશ.

ફરી એકવાર તકલીફ બદલ ક્ષમા ચાહું છું.

વિપુલ.એમ દેસાઈના સ્નેહ્સ્મરણ

.

પાવર પોઈન્ટની સ્લાઈડો જોવામાં તકલીફ છે?

જે લોકોને પાવર પોઈન્ટની સ્લાઈડ ઉઘડતી નહિ હોય તેમણે નીચેની લીંક ક્લિક કરી ડાઉન લોડ કરવું. એટલે તમે કોઈ પણ પાવર 

પોઈન્ટ ની સ્લાઈડ જોઈ શકશો.

POWER POINT VIEWER

.

20 responses to “સુ.ઉ.ની ઈમેલ નથી મળતી?

    • સ્નેહી નયનાબેન,
      મેં તમને એક ઈમેલ મોકલી છે તેમાં વિગતો ભરી દેજો એટલે તમને નિયમિત ઈમેલ મળશે. જો નાં મળે તો મને પાછું જણાવજો

      Like

    • સ્નેહી રમેશભાઈ, પ્રથમ તો આપનો ખુબ ખુબ આભાર! કારણ કે તમારા જેવા ઘણા વાચક મિત્રો ઈમેલ મોકલીને પૂછે છે એટલે ખુબ જ આનંદ થાય છે. મારા મનમાં લોકો આટલો બધો ઈન્તેજાર કરતા હશે એવો જરા પણ ખ્યાલ ન હતો. તમારા બધાની શુભેચ્છાથી આવતા વીકમાં ચાલુ થઇ જશે. ફરીવાર આપનો ખુબ ખુબ આભાર!

      Like

  1. જય હિન્દ!! વિપુલભાઈ.. આ બ્લોગ માં જે એક સાથે ૪ ફોટા આવે છે ને તો તેને… એમાંથી એક એક.. ( અલગ અલગ) કેવી રીતે કરાય?? કેમ કે હું જયારે આ FB પર મોકલું છું ને તો એમાં જે ટોપિક ને લગતા હોય તેની સાથે બીજા પણ આવી જાય છે એટલે… મારા દોસ્તો પણ કહે છે કે ટોપિક ને લગતા ફોટા પોસ્ટ કરો..

    Like

    • ભગવતીભાઈ, એ છુટા નહિ કરી શકાય. એટલે જ હવેથી મેં બે ફોટા મુકવા માંડ્યા છે. આ જુનાં સ્ટોક કરેલા થોડા બાકી હશે. ખાલી સિંગલ ફોટો મુકું તો પ્રીક્સેલ ઓછા હોવાથી ફોટા બરાબર દેખાય નહિ. સાઈઝ મોટી થાય એટલે એવું થાય. માટે હવેથી બે મુકું છું અને વિષય મુજબ મુકવાની કોશિશ કરીશ, પણ ટાઈમના અભાવે થોડું મુશ્કેલ છે.

      Like

    • આશિષભાઈ, પહેલા તો તમને મારી વેબસાઈટ ખુબ ગમી તેને હું મારું અહોભાગ્ય ગણું છું. મેં તમને આમંત્રણ મોકલ્યું છે તેમાં તમારું ઈમેલ એડ્રેસ વગેરે ભરીને મોકલવાથી તમને મારી રોજે રોજની પોસ્ટ નિયમિત મળશે. છતાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને તમે desaivm50@yahoo.com ઉપર ઈમેલ મોકલાવજો એટલે હું તમને ફરીથી તે મોકલીશ. ફરી એકવાર તમારો ખુબ ખુબ આભાર!
      વિપુલ એમ દેસાઈ

      Like

  2. Respected Vipulbhai, You have done very good work collecting very useful information on one place. Request to kindly include Government Web site relating to Gujarat state including got and non go to. Once again thanks for appreciable work in general interest.

    Like

    • દીપકભાઈ, પહેલા તો આપનો ખુબ ખુબ આભાર! બીજું કે ગુજરાત રાજ્ય કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈપણ વેબસાઈટ ગુગલ પર સર્ચ કરતા સહેલાઈથી મળી શકે છે. આ ઉપરાંત ઘણા બ્લોગો છે કે જે ફક્ત ગુજરાત સરકાર અને ખાલી નોકરીઓ માટે ખાસ બનેલા છે, એટલે એ મુકતો નથી, છતાં ટાઈમ મળ્યે એ બાબતમાં જરૂરથી વિચારીશ. બીજું તમે કોઈપણ વેબસાઈટ પર જાવ તો ત્યાં જે http:// લખ્યું હોય તેમાં http ફક્ત લખ્યું હોય તો તે સિક્યોર વેબસાઈટ નથી, પણ જો છેલ્લે એક “s” https હોય એનો મતલબ એ સિક્યોર વેબસાઈટ છે.

      Like

    • યોગેશભાઈ, કુશળ છું અને તમારી અને તમારા ફેમીલની કુશળતા માટે પ્રભુ પ્રાર્થના. બીજું આ ઈમેલ “સુ.ઉ.ના ઈમેલ નથી મળતી” નાં વિભાગમાં છે. તો તમને સુ.ઉ.ની પોસ્ટ મળે છે ખરી ને? નાં મળતી હોય તો મને જાણ કરજો. મારું ઈમેલ એડ્રેસ desaivm50@yahoo.com છે

      Like

      • વિપુલભાઈ કુશળ હશો, છું, આપને વિનંતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભજનો આરતી આપના બ્લોગમાં દેખાતી નથી,
        યોગ્ય કરશો, માહિતીનો સ્ત્રોત ઘટ્યો હોય એમ લાગે છે ! કઈક નવું ટેક્નોલૉજીને લાગતું હોય તો લોકડાઉન માં મઝા રહેશે, આભાર !

        Like

      • સ્નેહી શ્રી યોગેશભાઈ,
        પહેલા તો કોમેન્ટ આપવા બદલ ખુબ ખુબ આભાર. બીજું મેં ઘણા વખત પહેલા શ્રી સ્વામીનારાયણની આરતી વગેરે મુક્યું હતું, પણ ધાર્મીકમાં હમણા જોયું તો દેખાતું નથી. આ બ્લોગ વર્ડપ્રેસ દ્વારા મેઈનટેઈન કરવામાં આવે છે જેને માટે દર વર્ષે હું સારા એવા પૈસા એમને આપું છું. પરંતુ દુનિયાની કઈ કેટલી ભાષાઓમાં એના લાખો બ્લોગ છે એટલે ઘણીવાર પ્રોબ્લેમ્સ ઉભા થાય છે. ઘણીવાર મેમ્બર પદ રદ થઇ જાય છે, જેને લઈને ઘણા ને પોસ્ટમાં સુ.ઉ. મળતું નથી. બંધ થઇ જાય છે. આટલા બધા સુ.ઉ. વાંચે છે પણ મને તો અમારા ગૌતમભાઈ, મનસુખલાલ, કામદાર, ધીરેનભાઈ એવા થોડા ઘણા જ વાંચતા હોય એવું લાગે છે. જો કોઈ કહે તો હું એમાં તપાસ કરી શકું.એટલે તમે લોકો જો કોઈ માહિતી નહિ આપો તો મને કશી ખબર જ નહિ પડે. સ્વામીનારાયણની ભજન/આરતીઓ માટે પ્રયત્ન કરીશ. નવી ટેકનોલોજીના કોઈ વિડીયો લોકડાઉનમાં દેખાતા નથી પરંતુ તમારી માંગણી છે તો વધુ પ્રયત્ન કરીશ. ઘણીવાર કોમેન્ટ નહિ આવવાથી ખબર જ નથી પડતી કે લશ્કર ક્યાં લડે છે.

        Like

      • સ્નેહી યોગેશભાઈ, તમારી લાગણીને માન આપીને આજે ઘણા સ્વામિનારાયણના ભજન,સ્તુતિ વગેરે ધાર્મિક-Religous માં મુક્યા છે. નીચેની લીંક ક્લિક કરો https://suratiundhiyu.wordpress.com/%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%bf%e0%aa%95religious/

        Like

    • રમેશભાઈ, મને કોઈ ફરિયાદ નથી મળી. જો એવું હોય તો ચોક્કસ ઘણા બધા ફરિયાદ કરે. તમે બીજાના કમ્પ્યુટરમાં આ ઈમેલ ખોલીને ચેક કરી જોજો. તરત ખબર પડી જશે કે તમારું કમ્પ્યુટર કે ફોન બરાબર છે કે નહિ. છતાં પ્રોબ્લેમ ચાલુ રહે તો મને તમારો ફોન નંબર desaivm50@yahoo.com ઉપર મોકલી આપજો હું તમારી જોડે ફોન પર વાત કરીને જાણીને કોઈ સજેશન હશે તો આપીશ. આભાર!

      Like

  3. દિવ્ય ભાસ્કર પેપર ખૂલતું નથી… માર્ગદર્શન આપવા વિનતી..

    Like

    • કલ્પેશભાઈ, ઘણીવાર એવું થાય કે તમે જે બ્રાઉઝર(દા.ત. ગુગલ ક્રોમ કે ફાયરફોકસ) તેમાં પ્રોબ્લેમ હોય તો તમારું બ્રાઉઝર ચેન્જ કરો, એન્ટીવાયરસથી સ્કેન કરી જુવો, એકવાર બંધ કરીને ચાલુ કરી જુવો. કઈ નહિ થાય તો છેલ્લે તમારું કમ્પ્યુટર આગળની તારીખમાં Restore કરો. સામાન્ય રીતે કમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આગલી તારીખમાં રિસ્ટોર કરવાથી ઠીક થઇ જાય છે. તમારું કમ્પ્યુટર કયું છે તે મને ખબર નથી તો નીચેની લીંક ક્લિક કરી તે પ્રમાણે સ્ટેપ લેતા જાવ

      https://www.google.com/search?q=how+to+restore+computer+in+back+date&oq=how+to+restore+computer+in+back+date&aqs=chrome..69i57j0l5.25190j0j7&sourceid=chrome&ie=UTF-8

      Like

  4. HELLO VIPULBHAI DESAI, NAMASKAR. I WISH TO JOIN YOUR EMAILING LIST. HOW CAN I REGISTER TO GET EMAIL/POSTS FROM YOU BROTHER.

    Like

Leave a reply to Vipul Desai Cancel reply